It's extremely impotant to have a correct and in time diagnose of deaces, especially at earlier stage, so that it's gets cured. Hence we needs to know the proper therapy, hospital, with well equipped diagnosis infrastructure. Here we propose to prepare a medial facilities available alone with blood bank data in Ahmedabad/Gandhinagar areas at this stage.!
આરોગ્ય - સેતુ
આપ સૌ જ્ઞાતિજનો પરિચીત છો તા.૧૩/૦૯/૨૦૧૫ ના રોજ આપણે ટીમ અમદાવાદ-ગાંધીનગર દ્વારા shreegaudjagat.com ના નામે એક વેબ-સાઇડ લોન્ચ કરેલ છે. તેમાં દર્શાવેલ મેડીકલ માર્ગદર્શન-સેવા ના ભાગ રૂપે આપણે ઘણા સમયથી જે વિચારતા હતા તે એટલે કે અમદાવાદમાં મેડીકલ સારવાર માટે આવતા જ્ઞાતિ-જનો ને સીવીલ-હોસ્પીટલ નજીક રહેવા-જમવાની તથા સલામત જગ્યા મળી રહે. આ બાબતે ઘણા લાંબા સમયથી આયોજનો વિચારેલ અને ૫૦ લાખ જેવી મકાન તથા નિભાવ ખર્ચ માટે રકમ ઉભી કરી સીવીલ-હોસ્પીટલ નજીક માલીકીની મિલ્કત વસાવવી તથા જાળવવી જે હાલમાં આપણા માટે શક્ય નથી.
ટીમ અમદાવાદ-ગાંધીનગર ના નેજા હેઠળ ના પ્રયત્નથી દિગ્વીજય લાયન્સ ફાઉન્ડેશન , અમદાવાદ તરફથી દરખાસ્ત મળેલ હતી. આ સંસ્થા છેલ્લા ૪૦ વર્ષથી સીવીલ-હોસ્પીટલ નજીક સેવાકીય પ્રવ્રુતિ કરે છે. આ સંસ્થા દ્વારા નજીવી-રકમમા રહેવા-જમવાની સલામતી સાથે સગવડતા આપે છે. આ સંસ્થા દ્વારા હાલમાં જુની બિલ્ડીંગ ની બાજુ માં ૧૧ માળની એક અધ્યતન સેનીટોરીયમ બિલ્ડીંગ નું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં એ.સી. રૂમ ૪૦ અને નોન એ.સી.રૂમ ૬૦ હશે. દરેક રૂમમાં ૩ બેડ રાખવામાં આવશે.
એ.સી.રૂમ ૩ બેડ સાથે સ્વિકાર્ય દાન રૂ. ૩ લાખ જાહેર કરેલ છે.( મીનીમમ અનુદાન )
બેડ દીઠ ૨૪ કલાકનો ચાર્જ દર્દી તથા એક સગા ના રૂ. ૧૦૦ રહેશે. જમવાના વ્યકિત દીઠ રૂ. ૨૦ હાલ રાખેલ છે. જે દર્દીને હોસ્પીટલમાં ઇન્ડોર પેસન્ટ તરીકે દાખલ કરાતા નથી, અને તેઓએ અમુક અંતરે સારવાર માટે રોકાવું પડે છે, તેવા દર્દી એક સબંધી સાથે લાંબા સમય સુધી રહીં શકે છે, અને સારવાર લઇ શકે છે.
આપણી જ્ઞાતિ-સમાજ ની ટીમ અમદાવાદ- ગાંધીનગર ના નેજા હેઠળ “આરોગ્ય-સેતુ” નામે પ્રોજેક્ટ હાથ ધરવા પ્રયત્નશીલ છે. તેઓના જણાવ્યાં મુજબ એ.સી. રૂમમાં હાલ ૩ બેડ નું બૂકીંગ કરાવીએતો, જે માટે પ્રથમ તબક્કે રૂ. ૧ લાખ આપવાના છે. દરેક દાત્તા તરફથી મળેલ રકમની અલગ પહોંચ સંસ્થા તરફથી મળશે, જે આવક-વેરા ધારા કલમ ૮૦ જી તથા કલમ ૩૫ એસી હેઠળ કર-રાહતને પાત્ર છે. મીનીમમ ૩ બેડ રાખવાની રહેતી હોવાથી, કોઇપણ એક રૂમ ઉપર આપણે સુચવીયે તે નામની નિયત માપની તક્તી લગાડવામાં આવશે.
જે જ્ઞાતિજન સારવાર માટે આ લાભ લેવા માંગતા હોય્ તેઓ એ ટીમ અમદાવાદ ના નિયુક્ત કરેલ વ્યક્તિનો ટેલીફોનીક્સ સંપર્ક કરી પાસ તથા સંપૂર્ણ માહિતિ મેળવી લેવાની રહેશે. આ બેડ કોઇના માટે ક્યારે પણ બૂક કરી ખાલી રખાશે નહીં. આ બેડની સગવડ ફક્ત સીવીલ-હોસ્પિટલ માં સારવાર લેવા આવેલ દર્દી તથા તેની સાથે આવેલ ૧ સગાને જ મળવાપાત્ર છે.
પ્રક્રીયા નીચે મુજબ હશે.
- પ્રથમ જેતે વોર્ડમાં દાખલ થવા માટે કેસ કઢાવવો. અને પ્રથમ સારવાર બાદ ડોક્ટર ની ભલામણ મુજબ ફરી ને ફરી આવવાનું થાય તો, સંપૂર્ણ સારવાર માટે કેટલા દિવસ લાગશે તે સ્પષ્ટ જાણી લેવું.
- દાખલ કરતી વખતે મળેલ પાસ તથા કેસ પેપર સાથે લાયન્સ ક્લબની ઓફીસનો સંપર્ક કરવો. તેઓને પાસ બતાવી રોકાણ માટે નું ફોર્મ માંગવું, જેનો કોઇ ચાર્જ ચૂકવવાનો હોતો નથી.
- મળેલ ફોર્મ જે તે વોર્ડ માં જઇ ડોક્ટર પાસે ભરાવી, સહી/સિક્કા સાથે લાયન્સ ક્લબની ઓફીસમાં આપવું. કોન્ટેક્ટ નંબર આપી, ક્રમ નં. મેળવી લેવો.
- દાતા તરીકે આપણને અગ્રતાક્રમમાં રૂમ વિ. ની જરૂરી સગવડત મળશે. રૂમ નં. તથા બેડ ની ફાળવણી સાથે દર્દી તથા સાથે ગયેલ ૧ સગાને આઇ-કાર્ડ મળશે. આ કાર્ડ નો ઉપયોગ અન્ય કોઇ કરી શકશે નહી કે કાર્ડ વગર બિલ્ડીંગમાં પ્રવેશ મળશે નહી.
- હાલમાં ૨૦ દિવસનું ભાડું ડીપોઝીટ તરીકે લેવાની પ્રથા છે. ઓછું રોકાણ થાય તો વધારાની રકમ રિફંડને પાત્ર છે.
- આપણે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાઇએ છીએ, એથી તેઓ દ્વારા સમયોચિત જે કોઇ નિતિ-નિયમો હશે તેને આપણે બધાએ ફરજીયાત અનુંસરવાના રહેશે.
- અમારી સમજણ પ્રમાણે આશરે ૨૦% થી પણ ઓછા મુડી રોકાણ થી આપણને કાયમી દર્દી માટે જોઇતી જરૂરી બધીજ સગવડતા મળે છે. સાથે સાથે જોડાણની ગુડવીલ, જગ્યા વિ. ના લાભો પણ મળે છે.
- સિવિલમાં દાખલ થયેલ દર્દીઓ ના સગા માટે આજ સંસ્થા ની આવીજ વ્યવસ્થા હાલ ચાલું જ છે, જેનો પણ લાભ લઇ શકાય છે.
આપણે ૯ બેડનું એટલેકે ૩ રૂમનું આયોજન કરવું જોઇએ. હાલ ૩ બેડનું આયોજન વિચારેલ હોય, અને ટુંકાગાળામાં પેમેન્ટ કરવાનું હોવાથી વ્યક્તિદીઠ મીનીમમ રૂ. ૧૧,૦૦૦/- આપવાના રહેશે. અનુદાન આપવા માટે શ્રી સી.પી. ભટ્ટ નો ૯૮૨૪૦૫૫૦૩૯ પર સંપર્ક કરી શકોશો. તક્તિમાં નામ નક્કી થયેલ ગ્રૂપનું રહેશે. વ્યક્તિગત નામ રાખવા ઇચ્છીત વ્યક્તિએ રૂ. ૩ લાખ પૂરા આપવાના રહેશે. અનુદાન આપવાથી કોઇ માલીકી હક્ક મળતો નથી, ફક્ત સગવડતામાં અગ્રતાક્રમ મળવાપાત્ર છે, અને આજીવન આપણી જ્ઞાતિને આ લાભ મળશે.
હાલ કાર્યરત વિવિધ સંગઠનો તથા વ્યક્તિગત સર્વે જ્ઞાતિજનને અમારીનમ્ર અપીલ છે કે તેઓ પણ આ બાબતે વિચારે અને વધારે રૂમ નું અનુદાન એકત્રીત કરે. આ બાબતે અમારી ટીમનો સંપર્ક કરશો તો વિસ્તારથી માહિતગાર કરીશું.
આપણી જ્ઞાતિની વેબસાઇડ નો નિયમિત ઉપયોગ કરશો તો અમારે માટે આર્શિવાદરૂપ ગણાશે. અમોએ ખૂબ મહેનતથી માહિતીઓ મુકેલ છે, તેનો સૌ ભરપૂર લાભ ઉઠાવે તેવી અભ્યર્થના સાથે વિરામ. આભાર.
ટીમ- અમદાવાદ-ગાંધીનગર "આરોગ્ય- સેતું"
( વિષેશ માહિતિ માટે E-Mail ID –sarayumahes@gmail.com)